અને જુઓ, જગતના અંતકાળ પર્યંત સદાય હું તમારી સાથે છું.
માથ્થી 28:20.
1.શું ઇશ્વર ઘાતકી છે?
ઇશ્વર એ સર્વ જગતનું સંચાલન કરનારો છે. પણ... તે સાથે તેણે આપણા બધા ને મુક્ત ઇચ્છા બક્ષી છે. તે તમારી મુક્ત ઇચ્છા ચાહે તે ખરાબ કે સારી હોય તેમાં વિક્ષેપ નથી કરતો. તેથી,માણસ તરીકે,આપણે કંઇપણ કરવાને મુક્ત છીએ. આપણે ખૂન,બળાત્કાર,દારૂ પીવો કે પછી આત્મહત્યા પણ કરી શકીએ છીએ. તે જ રીતે,આપણે દાનકાર્યો,સારા કામો,પવિત્ર જીવન પણ જીવી શકીએ છીએ. તેથી પસંદગી હંમેશા આપણા ઉપર આધારીત રહે છે.
2.તો શું ઇશ્વર અન્યાયી છે?
ઇશ્વર સૌથી મોટો ન્યાયી છે. તેથી,તે ભેદભાવ રાખતો નથી. જો તમે તેનામાં વિશ્વાસ કરો કે ન કરો;તે તમને મારી નાખતો નથી,તમને સતાવતો નથી. એ તો આપણે છીએ કે જે ઇશ્વરો અને જૂઠા તત્વજ્ઞાનોનો આધાર લઇ તેવું કરીએ છીએ. ઇશ્વર તો માત્ર પ્રેમ કરે છે કારણ કે તે પ્રેમ છે! તે ખરાબ કામોમાંથી આપણા પાછા ફરવાની એક ઉત્તમ પિતાની જેમ રાહ જુવે છે. તે તુરંત જ ન્યાય કરી નાખતો નથી પણ આપણા પસ્તાવાની રાહ જુવે છે.
3.ઇશ્વર કોરી કલ્પના છે?
ઇશ્વર સત્ય છે,સર્વોપરી,સૌથી ઉપરનું અસ્તિત્વ છે. જો તમે પવન પર વિશ્વાસ ધરો છો તો તમારે અદ્રશ્ય પણ હાજરાહજુર ઇશ્વર પર પણ ભરોષો મુકવો જોઇએ. દુનિયા દ્રશ્ય બાબતો પાછળ એટલી હદે ભરમાઇ ગયી છે કે તેઓ ઇલેક્ટ્રિક સ્વિચની પ્રસંશા કરી શકે છે પણ વીજળી જે અદ્રશ્ય છે તેની ખરી તાકાત શોધવાની જહેમત ઉઠાવતા નથી!
4.ખરા ઇશ્વરને કેવી રીતે શોધવો?
આપણે હવે જાણ્યું કે ઇશ્વર એ ઘાતકી,સ્વાર્થી,ઉધ્ધત રાજા,કલ્પના કે જૂઠા નિરૂપણો નથી. પણ તે કાળજી લેનાર,પૃથ્વી પરની તમામ મનુષ્યજાતીઓને પ્રેમ કરનાર,તેમની પીડાઓ,બોજા અનુભવનાર છે. તે સર્વે ને ભલાઇનો માર્ગ પણ બતાવે છે. અને અંત સમયે સઘળાનો ન્યાય પણ કરનાર છે. પણ અત્યાર માટે,તે તમારો સર્વશ્રેષ્ઠ હિતેચ્છું છે.
ઘાતકી ઇશ્વરનું શું?
તેઓ ફક્ત કલ્પનાઓ છે,કેટલાક દંભી માણસોના સર્જનો માત્ર છે. જ્યારે કોઇ ગરીબ પ્રાર્થે છે કે ઇશ્વર તે મને કેમ ત્યજી દિધો?ત્યારે ઇશ્વર ત્યાં છે. જ્યારે કોઇ બિમાર પ્રાર્થે છે કે ઇશ્વર ક્યાં છે?ત્યારે ઇશ્વર ત્યાં છે. તે એક શરીર છે જે ઇશ્વરે આ ધરા પર ધારણ કર્યું હતું. તે આપણી મધ્યે રહેવાને પૃથ્વી પર આવ્યો. તેણે માણસજાતનો શ્રાપ પોતાની ઉપર લઇ લિધો. તે તો ઇશ્વર નો દિકરો છે...
5.શું ઇશ્વર કોઇ ખ્રિસ્તી ઇશ્વર છે?
ઇસુ એ ઇશ્વર નો પુત્ર છે,તે ઇશ્વરની સાક્ષી છે. જેથી સઘળા જાણે કે ઇશ્વર ઘાતકી નથી. તે તો દયાસાગર,પ્રેમ અને કરૂણાથી ભરેલો છે! ઇસુ વધસ્થંભ પર મર્યો અને કબરમાંથી ત્રીજા દિવસે જીવતો થયો. તેણે બતાવ્યું કે જે કોઇ તેનામાં વિશ્વાસ કરશે તે નાશ નહિ પામે પરંતુ,અનંતજીવન પામશે!આ ઘટના ઇસરાયેલના પ્રદેશમાં બની. ઇશ્વરે તેના પુત્રને મોકલવા સારૂં તે પ્રદેશને પસંદ કર્યો હતો. ત્યારબાદ,ઇસુના શિષ્યોને ખ્રિસ્તીઓ એવું નામ આપવામાં આવ્યું કારણ કે તેઓ ઇસુને અનુસરતા હતા. જો તમે ઇસુમાં વિશ્વાસ કરો છો તો તમારે કોઇ ધર્મને પકડવાની કોઇ જરૂર નથી. તમારે ફક્ત ઇસુને અનુસરવાની જરૂર છે,તેના પવિત્ર જીવનને અનુસરવાની. જેથી,ઇશ્વર પિતાની ઇચ્છા આપણા દ્રારા પૂરી થાય.
6.શું સ્વર્ગ સાચે જ છે?
ઇસુએ આપણને આરામ કરવા એક સ્થળ આપ્યું છે. આપણે આ જીવનમાં ઘણા બોજ,ચિંતા,પાપો અને મહેનત તળે દબાયેલા હોઇએ. પણ તે તેના શબ્દોમાં કહે છે કે ઓ મજુરો,દબાયેલાઓ,પાપીઓ,મહેનતકશો તમે મારી પાસે આવો. હું તમને વિસામો આપીશ. જ્યારે તમે વિશ્રામમાં હશો ત્યારે ઇસુ તમને તેની પ્રતિમારૂપ બનાવી દેશે!
મેં પાપ નથી કર્યું,તો શા માટે ઇસુ?
ઇશ્વરના વિચારો આપણા વિચારોથી તદ્દન ઉચ્ચ કક્ષાના છે. એક નાના પાપ માટે પણ,ઇશ્વરના ન્યાયમાં મરણ જ ફેંસલો છે! તેથી,આ રીતે,દરેકે પાપ કર્યું છે. જો તમે એવું વિશ્વાસ નથી કરતા તો તમે અંધકારમાં છો. પણ ઇસરાયેલી લોકો તે જાણતાં હતા. તેઓ સાચા ઇશ્વરને સમર્પિત થવા તૈયાર હતા,તેઓ તેના આવવાની રાહ પણ જોઇ રહ્યા હતા. પણ તેઓ મસિહા ઇસુના આગમનને ન સમજી શક્યા.
7.ઇસુનો કેવી રીતે સ્વિકાર કરવો?
જો તમે ઇશ્વરની પૂરા મનથી શોધ કરી હશે તો તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઇસુનો ભેટો તમને ચોક્કસ થયો હશે. તેથી,આ સરળ પ્રાર્થના કરો. અને ઇસુને તમારા વ્યક્તિગત તારનાર તરીકે સ્વિકારો. તમારા પાપોની કબુલાત કરો અને વિશ્વાસ કરો કે ઇસુ તમારા પાપોને સારૂ મર્યો છે. તેને તમારા હૃદયમાં આમંત્રો. તેને તમારા હૃદયને શુધ્ધ કરવાને આમંત્રો. તેના પુનરૂત્થાનમાં વિશ્વાસ કરો. અને બાઇબલ,આ વેબસાઇટની પોસ્ટસ વાંચવાનું રાખો. તે તમને ઇશ્વરના ગુઢ રહસ્યો જાણવાને બદલી નાખશે. તે તંદુરસ્ત,સમૃધ્ધ,ભરપૂર જીવનના રહસ્યો છે. અને હા,અનંતજીવન તો મળશે જ!
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો