લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય, આદર્શ
આચારસંહિતા અમલમાં આવે તે પુર્વે
રાજ્યની ભાજપ સરકારે
સરકારી અધિકારી-
કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ
માટે ફટાફટ નિર્ણયો જાહેર કરવાનું શરૃ
કર્યું છે. રાજ્યના સામાન્ય વહિવટ
વિભાગે ગુજરાત એડમિનિસ્ટ્રેટીવ
ર્સિવસ- જી.એસ.એસ.ના પ્રમોશન માટે
૪૦ વર્ષે સુધારો કર્યો છે.
નવી વ્યવસ્થા મુજબ
હવેથી ડેપ્યુટી કલેક્ટર એટલે કે જીએએસ
કેડરમાં પ્રમોશન માટે ૨ મામલતદારે ૧
ટીડિઓની પસંદગી થશે. અત્યાર સુધી ૩
મામલતદારે ૧ ટીડિઓનો રેશિયો હતો.
સામાન્ય વહિવટ વિભાગના આ
નિર્ણયથી વર્ષ ૨૦૧૪-૧૫ દરમિયાન
લગભગ ૭૦ જેટલા તાલુકા વિકાસ
અધિકારીને જીએએસ કેડરમાં પ્રમોશન
મળશે. મહેસૂલના મામલતદારોની જેમ
પંચાયત હસ્તકના ટીડિઓની તક વધશે. અને
આ અધિકારીઓને આઈએએસ નોમિનેશન માટે
પણ તક ઉપલબ્ધ બનશે. ઉલ્લેખનિય છે કે,
રાજ્યમાં મામલતદારોની ૬૫૦
જેટલી જગ્યા છે. તાલુકા વિકાસ
અધિકારીઓ માટે ૫૮૧ જગ્યાઓ મંજુર
થયેલી છે. સરકારના આ નિર્ણય બાદ
અધિકારીઓ માટેના પડતર
પ્રશ્નો ઉકેલતા મંત્રીઓનું કોરગ્રુપ હવે
ફિક્સવેતનદારો માટે પણ ચૂંટણી પુર્વે
સકારાત્મક નિર્ણય કરશે
તેવી આશા કર્મચારી સંગઠનો કરી રહ્ય
છે. ગત શનિવારે
સચિવાવયમાં મુખ્યમંત્રી નરેન્દ્ર
મોદીની અધ્યક્ષતામાં મંત્રીઓની બેઠક
મળી હતી.
જેમાં નિવૃતીની વયમર્યાદા ૫૮થી વધારીને
૬૦ કરવા મુદ્દે ચર્ચા થઈ હોવાનુ
સત્તાવાર વર્તુળોમાંથી જાણવા મળ્યુ છે.
લાંબા સમયની રજૂઆતનો ઉકેલને આવકારએ
છીયે. વર્ષો અગાઉ
તાલુકા ઓછા હોવાથી પંચાયત
કેડરના ટીડિઓની જગ્યા ઓછી હતી. જે
હવે વધી છે.
૨-૧નો રેશિયાથી પંચાયતના અધિકારીને
પણ પ્રમોશનની ઉત્તમ તક મળશે.'' -
ગોપાલ બામણિયા, વાઈસ પ્રેસિડેન્ટ,
ગુજરાત સ્ટેટ ઓફિસર્સ ફેડરેશન
શિક્ષકના મૃત્યુકાળે રૃ.૧ લાખ,સંતાનોને
૨૫,૦૦૦ની સહાય
વિધાનસભાના લેખાનુદાન
સત્રમાં ગ્રાન્ટેડ છાત્રાલયોના ૭,૫૦૦
કર્મચારીઓના વેતનમાં બમણો પગાર
વધારો કર્યા બાદ ગુજરાત સરકારે
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર
માધ્યમિકમાં ફરજ
બજાવતા શિક્ષકો માટે આર્િથક
પેકેજો જાહેર કર્યા છે. રાજ્યમાં કોઈ પણ
શિક્ષકનું ફરજ દરમિયાન મૃત્યુ થાય
તો તેવા કિસ્સાઓમાં રાજ્ય સરકાર
તેવા શિક્ષકના પરિવારજનોને
રૃપિયા એક લાખની આર્િથક મદદ કરશે.
તેવી જાહેરાત શિક્ષણમંત્રીએ
કરી હોવાનુ રાજ્ય પ્રાથમિક શિક્ષક
સંઘના પ્રમુખ ચંદુલાલ જોષીએ જણાવ્યુ છે.
મંત્રી સાથે મળેલી બેઠકમાં પ્રાથમિક,
માધ્યમિક અને ઉચ્ચત્તર
માધ્યમિકમાં ફરજ
બજાવતા શિક્ષકોના સંતાનો જો મેડિકલ,
ડેન્ટલમાં પ્રવેશ મેળવે તો તેમને કમ્પ્યુટર,
પુસ્તકો માટે રૃ.૨૫,૦૦૦ની સહાય
સરકાર તરફથી મળશે. આ નિર્ણયને
પ્રાથમિક શિક્ષક સંઘ, ઉચ્ચત્તર
પ્રાથમિક શિક્ષક સંઘ અને મહામંડળે
આવકાર્યો છે.
Source by Pravin Dabhani
RAVINDRA GAMIT
"અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે,ઇશુ ખ્રિસ્ત ગઇકાલે,આજે અને સદાસર્વકાળ એવાને એવા જ છે, તેથી તુ વિશ્વાસ કર એટલે તું તથા તારું ઘર તારણ પામે." (પવિત્રશાસ્ત્ર બાઇબલ)
મંગળવાર, 4 માર્ચ, 2014
રવિવાર, 26 જાન્યુઆરી, 2014
ઈશ્વર વિશે આટલું જાણો અને આશિર્વાદ પામો.
અને જુઓ, જગતના અંતકાળ પર્યંત સદાય હું તમારી સાથે છું.
માથ્થી 28:20.
1.શું ઇશ્વર ઘાતકી છે?
ઇશ્વર એ સર્વ જગતનું સંચાલન કરનારો છે. પણ... તે સાથે તેણે આપણા બધા ને મુક્ત ઇચ્છા બક્ષી છે. તે તમારી મુક્ત ઇચ્છા ચાહે તે ખરાબ કે સારી હોય તેમાં વિક્ષેપ નથી કરતો. તેથી,માણસ તરીકે,આપણે કંઇપણ કરવાને મુક્ત છીએ. આપણે ખૂન,બળાત્કાર,દારૂ પીવો કે પછી આત્મહત્યા પણ કરી શકીએ છીએ. તે જ રીતે,આપણે દાનકાર્યો,સારા કામો,પવિત્ર જીવન પણ જીવી શકીએ છીએ. તેથી પસંદગી હંમેશા આપણા ઉપર આધારીત રહે છે.
2.તો શું ઇશ્વર અન્યાયી છે?
ઇશ્વર સૌથી મોટો ન્યાયી છે. તેથી,તે ભેદભાવ રાખતો નથી. જો તમે તેનામાં વિશ્વાસ કરો કે ન કરો;તે તમને મારી નાખતો નથી,તમને સતાવતો નથી. એ તો આપણે છીએ કે જે ઇશ્વરો અને જૂઠા તત્વજ્ઞાનોનો આધાર લઇ તેવું કરીએ છીએ. ઇશ્વર તો માત્ર પ્રેમ કરે છે કારણ કે તે પ્રેમ છે! તે ખરાબ કામોમાંથી આપણા પાછા ફરવાની એક ઉત્તમ પિતાની જેમ રાહ જુવે છે. તે તુરંત જ ન્યાય કરી નાખતો નથી પણ આપણા પસ્તાવાની રાહ જુવે છે.
3.ઇશ્વર કોરી કલ્પના છે?
ઇશ્વર સત્ય છે,સર્વોપરી,સૌથી ઉપરનું અસ્તિત્વ છે. જો તમે પવન પર વિશ્વાસ ધરો છો તો તમારે અદ્રશ્ય પણ હાજરાહજુર ઇશ્વર પર પણ ભરોષો મુકવો જોઇએ. દુનિયા દ્રશ્ય બાબતો પાછળ એટલી હદે ભરમાઇ ગયી છે કે તેઓ ઇલેક્ટ્રિક સ્વિચની પ્રસંશા કરી શકે છે પણ વીજળી જે અદ્રશ્ય છે તેની ખરી તાકાત શોધવાની જહેમત ઉઠાવતા નથી!
4.ખરા ઇશ્વરને કેવી રીતે શોધવો?
આપણે હવે જાણ્યું કે ઇશ્વર એ ઘાતકી,સ્વાર્થી,ઉધ્ધત રાજા,કલ્પના કે જૂઠા નિરૂપણો નથી. પણ તે કાળજી લેનાર,પૃથ્વી પરની તમામ મનુષ્યજાતીઓને પ્રેમ કરનાર,તેમની પીડાઓ,બોજા અનુભવનાર છે. તે સર્વે ને ભલાઇનો માર્ગ પણ બતાવે છે. અને અંત સમયે સઘળાનો ન્યાય પણ કરનાર છે. પણ અત્યાર માટે,તે તમારો સર્વશ્રેષ્ઠ હિતેચ્છું છે.
ઘાતકી ઇશ્વરનું શું?
તેઓ ફક્ત કલ્પનાઓ છે,કેટલાક દંભી માણસોના સર્જનો માત્ર છે. જ્યારે કોઇ ગરીબ પ્રાર્થે છે કે ઇશ્વર તે મને કેમ ત્યજી દિધો?ત્યારે ઇશ્વર ત્યાં છે. જ્યારે કોઇ બિમાર પ્રાર્થે છે કે ઇશ્વર ક્યાં છે?ત્યારે ઇશ્વર ત્યાં છે. તે એક શરીર છે જે ઇશ્વરે આ ધરા પર ધારણ કર્યું હતું. તે આપણી મધ્યે રહેવાને પૃથ્વી પર આવ્યો. તેણે માણસજાતનો શ્રાપ પોતાની ઉપર લઇ લિધો. તે તો ઇશ્વર નો દિકરો છે...
5.શું ઇશ્વર કોઇ ખ્રિસ્તી ઇશ્વર છે?
ઇસુ એ ઇશ્વર નો પુત્ર છે,તે ઇશ્વરની સાક્ષી છે. જેથી સઘળા જાણે કે ઇશ્વર ઘાતકી નથી. તે તો દયાસાગર,પ્રેમ અને કરૂણાથી ભરેલો છે! ઇસુ વધસ્થંભ પર મર્યો અને કબરમાંથી ત્રીજા દિવસે જીવતો થયો. તેણે બતાવ્યું કે જે કોઇ તેનામાં વિશ્વાસ કરશે તે નાશ નહિ પામે પરંતુ,અનંતજીવન પામશે!આ ઘટના ઇસરાયેલના પ્રદેશમાં બની. ઇશ્વરે તેના પુત્રને મોકલવા સારૂં તે પ્રદેશને પસંદ કર્યો હતો. ત્યારબાદ,ઇસુના શિષ્યોને ખ્રિસ્તીઓ એવું નામ આપવામાં આવ્યું કારણ કે તેઓ ઇસુને અનુસરતા હતા. જો તમે ઇસુમાં વિશ્વાસ કરો છો તો તમારે કોઇ ધર્મને પકડવાની કોઇ જરૂર નથી. તમારે ફક્ત ઇસુને અનુસરવાની જરૂર છે,તેના પવિત્ર જીવનને અનુસરવાની. જેથી,ઇશ્વર પિતાની ઇચ્છા આપણા દ્રારા પૂરી થાય.
6.શું સ્વર્ગ સાચે જ છે?
ઇસુએ આપણને આરામ કરવા એક સ્થળ આપ્યું છે. આપણે આ જીવનમાં ઘણા બોજ,ચિંતા,પાપો અને મહેનત તળે દબાયેલા હોઇએ. પણ તે તેના શબ્દોમાં કહે છે કે ઓ મજુરો,દબાયેલાઓ,પાપીઓ,મહેનતકશો તમે મારી પાસે આવો. હું તમને વિસામો આપીશ. જ્યારે તમે વિશ્રામમાં હશો ત્યારે ઇસુ તમને તેની પ્રતિમારૂપ બનાવી દેશે!
મેં પાપ નથી કર્યું,તો શા માટે ઇસુ?
ઇશ્વરના વિચારો આપણા વિચારોથી તદ્દન ઉચ્ચ કક્ષાના છે. એક નાના પાપ માટે પણ,ઇશ્વરના ન્યાયમાં મરણ જ ફેંસલો છે! તેથી,આ રીતે,દરેકે પાપ કર્યું છે. જો તમે એવું વિશ્વાસ નથી કરતા તો તમે અંધકારમાં છો. પણ ઇસરાયેલી લોકો તે જાણતાં હતા. તેઓ સાચા ઇશ્વરને સમર્પિત થવા તૈયાર હતા,તેઓ તેના આવવાની રાહ પણ જોઇ રહ્યા હતા. પણ તેઓ મસિહા ઇસુના આગમનને ન સમજી શક્યા.
7.ઇસુનો કેવી રીતે સ્વિકાર કરવો?
જો તમે ઇશ્વરની પૂરા મનથી શોધ કરી હશે તો તમારા જીવનમાં ક્યાંક ને ક્યાંક ઇસુનો ભેટો તમને ચોક્કસ થયો હશે. તેથી,આ સરળ પ્રાર્થના કરો. અને ઇસુને તમારા વ્યક્તિગત તારનાર તરીકે સ્વિકારો. તમારા પાપોની કબુલાત કરો અને વિશ્વાસ કરો કે ઇસુ તમારા પાપોને સારૂ મર્યો છે. તેને તમારા હૃદયમાં આમંત્રો. તેને તમારા હૃદયને શુધ્ધ કરવાને આમંત્રો. તેના પુનરૂત્થાનમાં વિશ્વાસ કરો. અને બાઇબલ,આ વેબસાઇટની પોસ્ટસ વાંચવાનું રાખો. તે તમને ઇશ્વરના ગુઢ રહસ્યો જાણવાને બદલી નાખશે. તે તંદુરસ્ત,સમૃધ્ધ,ભરપૂર જીવનના રહસ્યો છે. અને હા,અનંતજીવન તો મળશે જ!
શુક્રવાર, 18 ઑક્ટોબર, 2013
બુધવાર, 2 ઑક્ટોબર, 2013
BACK TO TEACHER
પ્રાથમિક શાળામાં આચાર્ય બનવા માટે રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષણ વિભાગે એચ-ટાટ ફરજિયાત બનાવી છે.એચ-ટાટ પાસ કરનાર શિક્ષક આચાર્ય માટે ક્વોલિફાય ગણાય છે. જોકે માત્ર એક વર્ષના સમયમાં જ ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ૬૫ આચાર્યોએ, કથેળલા વહીવટથી કંટાળીને રાજીનામા ધરી દીધા હતા.જેના પરથી એવુ સાબિત થઈ રહ્યુ છે કે, એચ-ટાટ પાસને આચાર્ય બનાવીને શાળાનુ સુકાનનો સોપવાનો સરકારનો પ્રયોગ નિષ્ફળ બન્યો છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, પ્રાથમિક શાળામાં શિક્ષણની ગુણવતા સુધારવાના એક પ્રયાસ તરીકે આચાર્ય બનવા માટે સિનિયર શિક્ષકને આચાર્ય તરીકે પ્રમોશન આપવાના બદલે એચ-ટાટ પાસ કરનારા ઉમેદવારને જ શાળાના મુખ્ય શિક્ષક તરીકે નિમણૂંક આપવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કર્યુ હતું.રાજ્ય સરકારની આ વિચારણાને સાકાર બનાવવા માટે ગત વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા એચ-ટાટની પરીક્ષા પણ લેવામાં આવી હતી.ગત વર્ષે એચ- ટાટની લેવામાં આવેલી પરીક્ષામા ઉતિર્ણ અને મેરીટમાં આવનારા ઉમેદવારોને આચાર્ય તરીકેના ઓર્ડરો આપવામાં આવ્યા હતા.જેમા ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળામા એચ-ટાટ પાસ કરનારા ૭૫ જેટલા ઉમેદવારોને આચાર્ય તરીકેની નિમણૂંક આપવામાં આવી હતી.જા કે એક વર્ષના અંતે વહીવટથી કંટાળી જઈને ૭૫માથી ૬૫ જેટલા ઉમેદવારોએ આચાર્ય તરીકે રાજીનામુ ધરી દીધા હતા.અને શિક્ષકની જગ્યામાં ગોઠવવા માટેની શિક્ષણ તંત્રને અરજી આપી દિધી હોવાનું જાણવા મળ્યુ છે.આમ એચ-ટાટ પાસ કરનારા ઉમેદવારને શાળાનો વહીવટ સોપવાનો રાજ્ય સરકારે કરેલો પ્રયોગ નિષ્ફળ બન્યો છે.તેમ શિક્ષણવિદ્દોએ જણાવ્યુ હતું. source by pravin dabhani
ગુરુવાર, 22 ઑગસ્ટ, 2013
સોમવાર, 19 ઑગસ્ટ, 2013
તાપી જિલ્લા નવા વિધ્યાસહાયક મિત્રોને સુચના
શનિવાર, 17 ઑગસ્ટ, 2013
VS Bharti-ENGLISH KHALI SEATS
VS Bharti-English Last Update- 16/8/2013
ENGLISH KHALI SEATS
TOTAL-402
OPEN-8
SC-37
ST-146
SEBC-201
VALMIKI-10
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
ટિપ્પણીઓ (Atom)