ઈસુ ખ્રિસ્તની સુવાર્તા

ઈશ્વરને જાણવાના પ્રયાસમાં આપનું સ્વાગત છે. આજથી 2000 થી વધુ વર્ષ પહેલા આ જગતે ઈશ્વરનું મહાન આગમન જોયું. તેના વધ પછી ત્રીજા દિવસે તે સજીવન થયા બાદ સ્વર્ગમાં ગયા અને પવિત્રઆત્મા રૂપે દુનિયામાં હાલ રહે છે. તે ફરીથી મહિમા સાથે પાછા આવવાના છે ત્યારે તેમને જાણવા, અનુભવ કરવો અને આત્મિકતામાં આગળ વધવું અત્યંત જરૂરી બને છે. ઈશ્વરે સદા મારી સાથે પ્રેમ કર્યો છે, જે જગ જેવો નહિ પરંતુ આત્મિક છે. અહી તે પ્રેમના છાંટા શબ્દો માં ઢાળતા મને અત્યંત આનંદ થાય છે. એટલે મારા પ્રિયજનોને અંધકારમાં ન રહે તે માટે કહુ છું ઈસુ પર વિશ્વાસ કરો અને તેના પર પ્રેમ રાખો. ઈસુ ખ્રિસ્ત જીવંત છે અને તે ફરીથી આ જગતમાં આવનાર છે તે પહેલા આપણાં જીવનોને તૈયાર કરીએ. ઈસુ તમને આશિર્વાદિત કરો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો